નમસ્કાર,
મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બીપીન શાહ આપને મળતા આનંદ થાય છે. આ કેળવણી મંડળ સંચાલિત હાલ મોડાસા હાઈસ્કૂલ, સર્વોદય હાઈસ્કૂલ, કલરવ અને બી-કનઈ C.B.S.E. શાળા નું સંચાલન કરે છે. આ મંડળ અને મોડાસા હાઈસ્કૂલની સ્થાપના ૧૯૧૯ માં થઇ હતી. ૧૦૦ વર્ષની શિક્ષણ યાત્રા હવે પૂરી થાય છે. શાળાનું મકાન જીર્ણ થયું છે એટલે શાળા માટેનું શૈક્ષણિક ભવન નવું બનાવવું પડશે. આ માટે દાન ની અપીલ તૈયાર કરી છે. એક રૂમના રૂ. ૪૦૦૦૦૦ (ચાર લાખ) અને તે રૂમના ફર્નીચર ના રૂ. ૨૦૦૦૦૦ (બે લાખ) નક્કી કર્યા છે. આ ઉપરાંત કોઈ પણ રકમ દાન તરીકે આપી શકાય છે. ૧૦૦ વર્ષની શિક્ષણ યાત્રામાં અનેક પેઢીઓ અહી શિક્ષણ મેળવી ઉચ્ચ સ્થાને પહોંચી છે અને રિધ્ધિ સિધ્ધી મેળવી શક્યા છે. હવે તક આવી છે શાળાનું રૂણ અદા કરવાની. તેથી આપને હૃદય પૂર્વક અપીલ કરું છું કે નવીન શૈક્ષણિક ભવન માટે યોગ્ય સહાય કરો. એટલુજ નહિ, આ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓને જેમને જાણતા હો તે સર્વને અમારી અપીલ પહોંચાડો.
સંપર્ક સ્થળ :- આચાર્યશ્રી કે.એન. શાહ મોડાસા હાઈ સ્કૂલ અને શ્રીમતી મણીબેન .બી. એમ. શાહ હાયર સેકન્ડરી સ્કૂલ,
મોડાસા હાઈસ્કૂલ કામ્પાઉન્ડ, મોડાસા જીલ્લો અરવલ્લી 383315 .
E-mail :- kns100years@gmail.com Phone No- 02774-246390
Website :- www.knshahschool.org
|